ભાજપએ આજે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોની કરી નિમણૂક

દેશ | સમાચાર , ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોની નિમણૂક કરી છે, જેમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ થાય

New Update
loksabha

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોની નિમણૂક કરી છે, જેમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ થાય છે.

ગુજરાતના ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને ભાજપના લોકસભા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કુલ 16 નવા દંડકોમાંથી બે ગુજરાતના પ્રતિનિધિઓ છે.

મુખ્ય દંડક - ડૉ. સંજય જૈસવાલ

દંડક

1.     દિલીપ સાઇકિયા

2.     ગોપાલજી ઠાકુર

3.     સંતોષ પાંડે

4.     કમલજીત સેહરાવત

5.     ધવલ લક્ષ્મણભાઈ પટેલ

6.     દેવુસિંહ ચૌહાણ

7.     જુગલ કિશોર શર્મા

8.     કોટા શ્રીનિવાસ પૂજારી

9.     સુધીર ગુપ્તા

10.                        સ્મિતા ઉદય વાઘ

11.                        અનંત નાયક

12.                        દામોદર અગ્રવાલ

13.                        કોંડા વિશ્વેશ્વર રેડ્ડી

14.                        સતીશ કુમાર ગૌતમ

15.                        શશાંક મણી

16.                        ખગેન મુર્મુ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, સોમવારે (29 જુલાઈ), લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું. ગૃહમાં મહાભારતની કથાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દેશની જનતાને ચક્રવ્યૂહમાં ફસાવી દીધી છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે હજારો વર્ષ પહેલા જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે આજે દેશના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે.

તેણે કહ્યું કે, "હજારો વર્ષ પહેલા હરિયાણાના કુરુક્ષેત્રમાં ચક્રવ્યુહમાં અભિમન્યુની છ લોકોએ હત્યા કરી હતી. ચક્રવ્યુહની અંદર ભય, હિંસા છે અને અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવ્યા બાદ છ લોકોએ તેની હત્યા કરી હતી. જ્યારે મેં તેના વિશે સંશોધન કર્યું હતું. ચક્રવ્યુહ, જાણવા મળ્યું કે તેનું બીજું નામ પદ્મ વ્યુહ છે તે કમળના આકારમાં છે."

 

Latest Stories