Connect Gujarat
દેશ

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો મેનિફેસ્ટો જાહેર,PM મોદી રહ્યા ઉપસ્થિત

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો મેનિફેસ્ટો જાહેર,PM મોદી રહ્યા ઉપસ્થિત
X

ભાજપે રવિવારે 2024ની લોકસભા ચૂંટણી માટે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો. તેને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ હાજર છે.

આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ પર ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.વડાપ્રધાન મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માગ્યા હતા. પાર્ટીને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નમો એપ દ્વારા 4 લાખ સૂચનો મળ્યા છે અને વીડિયો દ્વારા 11 લાખ સૂચનો મળ્યા છે.

Next Story