મુંબઈ હાઈ કોર્ટને અઠવાડિયામાં બીજી વાર બોમ્બવિસ્ફોટની ધમકી, તંત્રની ચિંતા વધારી

દેશમાં જાહેર સ્થળો કે વિમાન યા હોસ્પિટલ યા હાઈ કોર્ટમાં બોમ્બની ધમકીભર્યા ઇમેલને કારણે સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે.

New Update
02252

દેશમાં જાહેર સ્થળો કે વિમાન યા હોસ્પિટલ યા હાઈ કોર્ટમાં બોમ્બની ધમકીભર્યા ઇમેલને કારણે સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે.

મુંબઈ હાઈ કોર્ટને સતત બીજી વખત ધમકીભર્યો ઈમેલ મળવાને કારણે સુરક્ષા તંત્ર સમગ્ર પરિસરની સુરક્ષામાં વધારો કર્યો છે. નવી દિલ્હી, મુંબઈ સહિત ગુજરાત હાઈ કોર્ટ મળીને આ ત્રીજી વખત બોમ્બ વિસ્ફોટની ધમકી મળ્યા પછી તપાસ કરતા કંઈ સંદીગ્ધ નહીં મળતા પ્રશાસનને રાહતનો શ્વાસ લીધો છે.

ગયા શુક્રવારે પણ બોમ્બે હાઈ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યાર બાદ આજે ફરી ધમકી મળતા સમગ્ર પરિસરને ખાલી કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ અને એટીએસની ટીમે હાઈ કોર્ટના પરિસરમાં સાવધ થઈને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવ્યા પછી કંઈ સંદીગ્ધ મળ્યું નહોતું, પરંતુ આ પ્રકારની ધમકીભર્યા ઈમેલને કારણે સુરક્ષા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

આ ધમકી મળ્યા પછી હાઈ કોર્ટના પરિસરની સુરક્ષામાં વધારો કર્યો હતો. સમગ્ર પરિસરમાં ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. આ અગાઉ બારમી સપ્ટેમ્બરના આ જ પ્રકારે બોમ્બની ધમકી મળી હતી, ત્યારે સુરક્ષાના ભાગરુપે સમગ્ર બિલ્ડિંગ પરિસરને ખાલી કરવામાં આવ્યો હતો, જ્યારે કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી પણ કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. સતત મળી રહેલા બોમ્બ વિસ્ફોટની ધમકીને કારણે સુરક્ષા એજન્સી સતર્ક બની ગઈ છે.

મુંબઈ હાઈ કોર્ટના માફક દેશની અન્ય કોર્ટમાં પણ આ પ્રકારની ધમકીઓ મળે છે, જેમાં એરપોર્ટ, ફ્લાઈટ સહિત સ્કૂલ-કોલેજનો પણ સમાવેશ થાય છે. આ જ અઠવાડિયા દરમિયાન ગુજરાત હાઈ કોર્ટમાં પણ બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેસેજને કારણે સુરક્ષાતંત્ર દોડતું થઈ ગયું હતું. આ વર્ષે જૂન મહિના પછી ગુજરાત હાઈ કોર્ટને મેસેજ મળવાને કારણે તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો. દિલ્હીમાં દ્વારકા અને શાલીમાર બાગ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં બોમ્બધડાકાની ધમકી મળી હતી. એ જ રીતે દિલ્હી સ્થિત તાજ પેલેસમાં ઈ-મેલથી ધમકી મલી હતી.

Latest Stories