બ્રિટનનાં પ્રધાનમંત્રી લિઝ ટ્રસે પદ પરથી આપ્યું રાજીનામું

New Update
બ્રિટનનાં પ્રધાનમંત્રી લિઝ ટ્રસે પદ પરથી આપ્યું રાજીનામું

બ્રિટનનાં પ્રધાનમંત્રી લિઝ ટ્રસે પદ પરથી રાજીનામું આપ્યું છે. લિઝ ટ્રસે ફક્ત 6 અઠવાડિયામાં જ પ્રધાનમંત્રી પદ છોડી દીધું છે. મહત્વનું છે કે, બ્રિટનની આર્થિક સ્થિતિ અંગે સરકારની યોજનાઓ અંગે સતત સવાલો ઉઠાવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે લિઝ ટ્રસે રાજીનામું આપ્યું છે. જો કે, તેઓ આગળના પ્રધાનમંત્રી પસંદ ના થાય ત્યાં સુધી પીએમ તરીકે કામ કરશે.

લિઝ ટ્રસનો કાર્યકાળ માત્ર 45 દિવસનો રહ્યો છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે, તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ લિઝ ટ્રુસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા મને લાગે છે કે હું જે વચનો માટે લડી હતી તે પૂરાં કરી શકી નથી. મેં આર્થિક ખરાબ પરિસ્થિતમાં પીએમનો ચાર્જ સંભાળ્યો હતો. હવે હું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી રહી છું.

તમને જણાવી દઈએ કે, લીઝ ટ્રસે પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યા બાદ થોડા જ દિવસોમાં અર્થવ્યવસ્થાની ખરાબ વ્યવસ્થાના કારણે સત્તાધારી કંઝર્વેટીવ પાર્ટીમાં બળવો શરુ થઈ ગયો હતો. છેલ્લા એક જ અઠવાડિયામાં બે મંત્રીઓએ રાજીનામું પણ આપ્યું હતું.

#Prime Minister #ConnectGujarart #British #resigned #Liz Truss
Latest Stories