ઉત્તરપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર સર્જાયો, 7 લોકોના મોત, 40થી ઈજાગ્રસ્ત

New Update
ઉત્તરપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર સર્જાયો, 7 લોકોના મોત, 40થી ઈજાગ્રસ્ત
Advertisment

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. અહીં યુપીના અયોધ્યાથી આંબેડકર નગર તરફ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈને પલટી ગઈ. આ અકસ્માતમાં 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત લખનૌ-ગોરખપુર હાઈવે પર થયો હતો.

Advertisment

પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક પલટી મારી બસની ઉપર પડી હતી. અયોધ્યાના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા સાત લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ દુર્ઘટના બાદ એક ડઝનથી વધુ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી રહ્યા છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.

Latest Stories