/connect-gujarat/media/media_files/2025/01/23/dn29wHrhgBSMNMT7dv31.jpg)
ઓલા અને ઉબેરને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે. કેબ કંપની મોબાઈલની બ્રાન્ડના આધારે ભાવ લેતા હોવાની ઘટના સામે આવી છે. આઇફોન અને એન્ડ્રોઈડમાં એક જ જગ્યાના અલગ અલગ ભાવ હોવાની ઘટના સામે આવતા કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયામાં આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગ્રાહક બાબતોના વિભાગે મુખ્ય કેબ ડ્રાઇવરો ઓલા અને ઉબેરને નોટિસ જાહેર કરી છે, જેમાં તેમને અલગ અલગ મોબાઇલ ફોન આઈફોન અને એન્ડ્રોઈડમાં અલગ ભાવ જોવા મળ્યા છે, બુકિંગના અલગ ભાવ લેવા માટે જવાબ માંગ્યો છે.
અમારી ટીમે એન્ડ્રોઈડ અને આઈફોનમાંથી ઉબર એપ પર રાઈડ બૂક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમદાવાદના પકવાન ચાર રસ્તાથી ગોતા ચોકડી સુધીનો ભાવ તપાસતા સામે આવ્યું કે એન્ડ્રોઈડ અને આઈફોનમાં ઓટોનો ભાવ અલગ અલગ જોવા મળ્યો હતો. એન્ડ્રોઈડમાં ઓટોનો ભાવ 70 રૂપિયા જોવા મળ્યા તો આઈફોનમાં ઓટોનો ભાવ 125 રૂપિયા જોવા મળે છે