Connect Gujarat
દેશ

ચંપઈ સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

ચંપઈ સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ
X

ચંપઈ સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ધારાસભ્ય આલમગીર આલમે કહ્યું કે આગામી 10 દિવસમાં અમારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે. નોંધનીય છે કે ચંપઇ સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે રાજ્યપાલને તમામ ધારાસભ્યોના સમર્થનનો વીડિયો પણ બતાવ્યો છે.

ચંપઈ સોરેન એક દિવસ પહેલા રાજ્યપાલને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જોકે તે સમયે રાજ્યપાલે તેમને આમંત્રણ આપ્યું ન હતું. રાજ્યપાલે કહ્યું હતું કે આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. ચંપઈએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે અમે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. રાજ્યપાલે અમને ખાતરી આપી છે કે પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં અમે રિપોર્ટ સુપરત કર્યો છે. અમને સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નથી. અમારું 'ગઠબંધન' ખૂબ જ મજબૂત છે.

Next Story