ચેમ્પિયન્સ ટ્રોફી: આફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવ્યું, ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર

ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 8 રને હરાવ્યું છે. છેલ્લી ઓવરમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 13 રન ડિફેન્ડ કર્યા. બુધવારે, 326 રનના

New Update
eglend 1

ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 8 રને હરાવ્યું છે. છેલ્લી ઓવરમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 13 રન ડિફેન્ડ કર્યા. બુધવારે, 326 રનના ટાર્ગેટ ચેઝ કરતી ઇંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે, ઇંગ્લેન્ડ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.

Advertisment

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે ઇબ્રાહિમ ઝદરાનની સદીના આધારે 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા. ઝદરાને 146 બોલમાં 177 રનની ઇનિંગ રમી. જેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. ઝદરાન આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટર બન્યો છે.ઇંગ્લિશ ટીમ માટે જો રૂટે 120 રનની ઇનિંગ રમી હતી. બેન ડકેટ અને જોસ બટલરે 38-38 રન બનાવ્યા. જેમી ઓવરટન ફક્ત 32 રન બનાવી શક્યો. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઈએ ​​5 વિકેટ લીધી. મોહમ્મદ નબીએ 2 વિકેટ લીધી.

Advertisment
Latest Stories