ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર,પોઝિટિવ દર્દી 45 નોંધાયા

ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ ચાર બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 થઇ ગયો છે.ગુજરાતમાં  હાલ વાયરલ એન્કેફેલાઇટિસના 38 દર્દી દાખલ છે અને 40ને રજા અપાઇ છે.

New Update
વ

ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ ચાર બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 થઇ ગયો છે.

અત્યારસુધી પંચમહાલમાંથી સૌથી વઘુ 6 જ્યારે અમદાવાદમાંથી પાંચ મૃત્યુને ભેટ્યા છે. શનિવારે ચાંદીપુરાના વઘુ 6 સાથે કુલ પોઝિટિવ કેસનો આંર વધીને 45 થયો છે.

ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 130 કેસ છે. ગુજરાતમાં  હાલ વાયરલ એન્કેફેલાઇટિસના 38 દર્દી દાખલ છે અને 40ને રજા અપાઇ છે.

 રાજસ્થાનના કુલ 6 કેસ છે અને તેમાં 4 દર્દી દાખલ છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.

Latest Stories