ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા.

New Update
ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24માં મુખ્યમંત્રી બન્યા છે. તેમણે બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નાયડુના નામે છે.નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા.

શપથ લીધા બાદ તેઓ નાયડુને પગે લાગ્યા હતા ત્રીજા નંબરે નાયડુના પુત્ર નારા લોકેશે મંત્રી પદના શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી

Latest Stories