ચંદ્ર પર સૂર્યોદય થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ફરી કામ કરવાનું શરૂ કર્યું નથી. બંને હજુ પણ સ્લીપ મોડમાં છે અને એવી અપેક્ષા હતી કે તેઓ શુક્રવારે ફરી જાગી જશે. ચંદ્ર પર રાત પડવાને કારણે આ મહિનાની શરૂઆતમાં બંને મોડ્યુલ સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા અને એક ચમત્કારની અપેક્ષા રાખવામાં આવી હતી કે જ્યારે ચંદ્ર પર ફરીથી પ્રકાશ આવશે, ત્યારે બંને સૂર્યપ્રકાશથી ચાર્જ થશે અને ફરીથી સિગ્નલ મોકલવાનું શરૂ કરશે. જોકે આજ સવાર સુધીઆ થઈ શક્યું ન હતું. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) 6 ઓક્ટોબરે ચંદ્ર પર આવતા સૂર્યાસ્ત સુધી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ફરી જગાડવાના કરવાના પ્રયાસો ચાલુ રાખશે. ઈસરોના વૈજ્ઞાનિકોએ શનિવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનના બોનસ તબક્કાને શરૂ કરવાના મહત્વાકાંક્ષી પ્રયાસો ચંદ્રની સપાટી પર સૂર્ય ઉગ્યાના એક દિવસ પછી વધુ તીવ્ર બન્યા છે. જો કે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે આ સાધનોનો સંપર્ક ક્યારે પુનઃસ્થાપિત કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ સમય કહી શકાય નહીં.
ચંદ્રયાન 3 અપડેટ્સ :વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન સ્લીપ મોડમાંથી હવે ક્યારે જાગશે? જાણો શું કહે છે ISRO....
ચંદ્ર પર સૂર્યોદય થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ફરી કામ કરવાનું શરૂ કર્યું નથી.
New Update
Latest Stories