/connect-gujarat/media/post_banners/5d776defbf2e285ad2c1148abaacc65a1126e3585a92803da088e248a16d2840.webp)
ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓને બુધવારે પણ લાંબા જામમાંથી રાહત મળી નહોતી. જો કે રાજ્ય સરકારે મુસીબતો ઓછી કરવા માટે કેટલાક ઉપાય લાગુ જરૂર કર્યા છે. પણ તેની અસર એક-બે દિવસમાં જોવા મળશે. હાલ સૌથી વધારે મુશ્કેલી યમુનોત્રી અને ગંગોત્રીના માર્ગો પર છે.યમુનોત્રીમાં પાલીગાડથી કુથનૌર સુધી 4-5 કિમી જ્યારે ગંગોત્રી રૂટ પર ગંગાનાનીથી આગળ 7 કિમીમાં સેંકડો ગાડીઓના પૈડા કલાકો સુધી થંભી ગયા હતા.
ટ્રાફીક કાઢવા માટે ઉત્તરકાશીના પ્રશાસકોએ બિનજરૂરી સ્થળોના વન-વે બંધ કરી દીધા હતા. તેના કારણે એકસાથે ગાડીઓની અવરજવર શરૂ થતા ટ્રાફીક ધીમે ધીમે આગળ વધ્યો હતો. જો કે જ્યાં હજુપણ આ સિસ્ટમ લાગુ છે ત્યાં 5થી 10 કલાક સુધી લોકોને રાહ જોવી પડી હતી. ગઢવાલ મંડલના કમિશનર વિનયશંકર પાંડેએ જણાવ્યું હતું કે ચાર દિવસમાં યાત્રા દરમિયાન 11 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 26.73 લાખ ઑનલાઇન જ્યારે 1.42 લાખ ઑફલાઇન રજિસ્ટ્રેશન થયું છે. જ્યારે અત્યાર સુધી 2.76 લાખથી વધારે લોકો દર્શન કરી ચૂક્યાં છે.