છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના જવાનને જમવામાં મરચું ન મળતા સાથી જવાનો પર કર્યું ફાયરિંગ,2 જવાનના મોત !

Featured | દેશ | સમાચાર, છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF)ના જવાને ભોજન દરમિયાન મરચું ન આપતા પોતાની સર્વિસ રાઇફલથી સાથી જવાનો પર ફાયરિંગ કર્યુ,ફાયરિંગ

છત્તીસગઢ
New Update

છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF)ના જવાને ભોજન દરમિયાન મરચું ન આપતા પોતાની સર્વિસ રાઇફલથી સાથી જવાનો પર ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગમાં બે જવાનના મોત થયા હતા. આ દરમિયાન બે જવાનો ઘાયલ થયા હતા. તેમાંથી એકના બંને પગમાં ગોળી વાગી હતી અને બીજા પગને સ્પર્શતા નીકળી ગઈ હતી.

બંનેને કુસમી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. મામલો બલરામપુર જિલ્લાના સમરી પોલીસ સ્ટેશન વિસ્તારના ભુતાહી કેમ્પનો છે. ગોળી ચલાવનાર જવાનનું નામ અજય સિદાર છે. તેઓ CAFની 11મી બટાલિયનમાં તહેનાત છે. ફાયરિંગનો અવાજ સાંભળીને અન્ય જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને અજયને કાબૂમાં લીધો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અજય સિદર જમવા માટે બેઠો હતો. તેણે ભોજન પીરસતા સૈનિક રૂપેશ પટેલ પાસે મરચું મંગાવ્યું હતું. મરચું આપવાની ના પાડતાં રૂપેશ અને અજય વચ્ચે બોલાચાલી થઈ હતી.

#Chhattisgarh
Here are a few more articles:
Read the Next Article