છત્તીસગઢમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે. બીજેપી સંસદીય દળની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાશે. જેમાં પીએમ મોદી પણ ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના સીએમ ચહેરાને લઈને ચર્ચા થઈ શકે છે. રમણ સિંહે એક દિવસ પહેલાં પણ કહ્યું હતું કે 3 દિવસમાં નિર્ણય લેવામાં આવશે.
આ પહેલાં બુધવારે વિધાનસભાની ચૂંટણી જીતનારા બે સાંસદો અરૂણ સાવ અને ગોમતી સાયએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રેણુકા સિંહ પણ દિલ્હી પહોંચી ગયા છે. રાજીનામાના મુદ્દે તેમણે કહ્યું કે તેઓ પાર્ટી દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ કરશે. આ પછી સ્પષ્ટ થઈ ગયું કે આ નેતાઓ રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવવાના છે.પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવ લોર્મી અને ગોમતી સાય પથલગાંવ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 4 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી માત્ર વિજય બઘેલને હારનો સામનો કરવો પડ્યો હતો. એવી ચર્ચા છે કે 8 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક અને 10 ડિસેમ્બરે શપથવિધિ યોજાઈ શકે છે.