Connect Gujarat
દેશ

કોંગ્રેસે દિલ્હી માટે લોકસભાના ઉમેદવારોની યાદી કરી જાહેર

કોંગ્રેસે દિલ્હી માટે લોકસભાના ઉમેદવારોની યાદી કરી જાહેર
X

કોંગ્રેસે દિલ્હી માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ કન્હૈયા કુમારને ઉત્તર-પૂર્વ દિલ્હીથી પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે.

રાજધાનીમાં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ત્રણ બેઠકો પર અને આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડશે. કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયના રહેવાસી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેમણે CPIની ટિકિટ પર બેગુસરાય લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં તેમને 4 લાખથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કન્હૈયા કુમાર વર્ષ 2021માં કોંગ્રેસમાં જોડાયા હતા.


કોંગ્રેસે હવે દિલ્હી માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં જેપી અગ્રવાલને ચાંદની ચોકથી ટિકિટ આપવામાં આવી છે. ઉદિત રાજ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે. કોંગ્રેસે પ્રયાગરાજ સીટ પરથી ઉજ્જવલ રમણ સિંહને ટિકિટ આપી છે. ઉજ્જવલ રમણ સિંહ રેવતી રમણ સિંહના પુત્ર છે અને ચૂંટણી લડવા માટે SP છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસે તેની તાજેતરની યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં પાર્ટીએ દિલ્હીમાં પોતાના ખાતામાં ત્રણેય સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પંજાબમાંથી છ અને ઉત્તર પ્રદેશના એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

Next Story