Connect Gujarat
દેશ

કૉંગ્રેસની ભારત જોડો યાત્રા મણિપુરથી થઈ શરૂ, યાત્રા 15 રાજ્યના 110 જિલ્લાને આવરી લેશે

કૉંગ્રેસની ભારત જોડો યાત્રા મણિપુરથી થઈ શરૂ, યાત્રા 15 રાજ્યના 110 જિલ્લાને આવરી લેશે
X

ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે મણિપુરથી શરૂ કરવામાં આવી હતી. આ અવસર પર યાત્રાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજ સુધી ભારતના વડાપ્રધાનને મણિપુર જવાનો સમય મળ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, કદાચ બીજેપી મણિપુરને ભારતનો ભાગ નથી માનતી.

સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "અમે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી, આમાં અમે નફરતને નાબૂદ કરવાની વાત કરી હતી, અમે ભારતને એક કરવાની વાત કરી હતી. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે યાત્રા કરી હતી તેવી જ હું પૂર્વથી પશ્ચિમની યાત્રા ઈચ્છતો હતો . ભારત જોડો યાત્રા અંગે લોકોએ કહ્યું, આ યાત્રા વેસ્ટથી શરુ કરો, કેટલાકે કહ્યું કે યાત્રા ઈસ્ટથી શરૂ થવી જોઈએ. મેં તેમને સ્પષ્ટ કહ્યું કે આગામી યાત્રા મણિપુરથી જ શરૂ થઈ શકે છે.

Next Story