કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર ! વાંચો શું શું નિકળી શકે છે પેટારામાંથી

કોંગ્રેસના ઘોષણાપત્રમાં મહિલાઓ માટે દર મહિને રૂ. 6,000 અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં 33% અનામતનો પણ ઉલ્લેખ

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર ! વાંચો શું શું નિકળી શકે છે પેટારામાંથી
New Update

કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો તૈયાર કરી લીધો છે. તેને CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા પાસ કર્યા બાદ આગામી દિવસોમાં રિલીઝ કરવામાં આવશે જેમાં રોજગાર, મોંઘવારીમાંથી રાહત અને સામાજિક ન્યાય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.યુવાનો પર જીત મેળવવાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી 30 લાખ સરકારી જગ્યાઓ ભરવાનું વચન આપવા જઈ રહી છે. મુસ્લિમોને રીઝવવા માટે સચ્ચર કમિટીની ભલામણો લાગુ કરવાની પણ વાત કરવામાં આવી છે.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં મહિલાઓ માટે દર મહિને રૂ. 6,000 અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં 33% અનામતનો પણ ઉલ્લેખ છે. ઓબીસી વોટ બેંકને ટેપ કરવા અને પછાત જાતિઓ માટે અનામત મર્યાદા વધારવા માટે જાતિ આધારિત વસતિ ગણતરી કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે.

#Loksabha Election #Loksabha Election Manifesto #Congress MP Rahul Gandhi #election manifesto ready #UP Congress Manifesto #ચૂંટણી ઢંઢેરો
Here are a few more articles:
Read the Next Article