/connect-gujarat/media/media_files/2024/12/25/97QMDIMaMbwmBNuwzRKL.jpg)
congress 2
કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
બીજી યાદીમાં કાલકાજી વિધાનસભા બેઠક પરથી પાર્ટીના વરિષ્ઠ નેતા અલકા લાંબાને મેદાનમાં ઉતારવાની ચર્ચા હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે આ સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પાર્ટીએ હજુ સુધી આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા નથી. CM આતિશીને કાલકાજી સીટ પરથી AAPના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.