/connect-gujarat/media/media_files/2025/01/31/jE9aLoYbv2bNSXn9PR3m.jpg)
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર વધુ એક પુલની કામગીરી પૂર્ણ થઇ છે. સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે 48ને ક્રોસ કરતા બે પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે.
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટોપ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે અને આ પ્રોજેક્ટ કામગીરીની લેટેસ્ટ વાત કરીએ તો ગુજરાતમાં નેશનલ હાઇવે 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
ગુજરાતના વલસાડ જિલ્લાના પંચલાઇ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઇવે 48 (દિલ્હી-ચેન્નઈ)ને પાર કરવા માટે 210 મીટર લાંબા પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રિટ પુલનું બાંધકામ તાજેતરમાં પૂર્ણ થયું હતું.
સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે 48ને ક્રોસ કરતા બે પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે. આ પુલોની લંબાઈ અનુક્રમે 260 મીટર અને 210 મીટર છે. વાઘલધરા પાસે આ નવનિર્મિત પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે.
નેશનલ હાઇવે 48એ ભારતના સૌથી વ્યસ્ત હાઈવે પૈકીનો એક છે. આનાથી વાહનો અને કામદારો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. બાંધકામ દરમિયાન હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી.
અગાઉ સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં NH-48 ને ક્રોસ કરતા બે PSC બ્રિજ 18 ઓગસ્ટ અને 1 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ ચૂક્યા છે. આમાંના એક પુલની લંબાઈ 260 મીટર અને બીજાની 210 મીટર છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના તત્કાલિન જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેએ સપ્ટેમ્બર 2017માં અમદાવાદના સાબરમતી ખાતે હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ-સ્પીડ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે લગભગ બે કલાકમાં મુસાફરી પૂર્ણ કરશે.તે મહારાષ્ટ્રમાં 155.76 કિમી, દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં 4.3 કિમી અને ગુજરાતમાં 348.04 કિમીનું અંતર કાપશે, જેમાં 12 સ્ટેશનો આવરી લેવામાં આવશે.
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન 12 સ્ટેશન પર સ્ટોપ કરશે. જેમાં ગુજરાતમાં આઠ સ્ટેશન છે. સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી. જ્યારે મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન છે,બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ.