કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનું ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન, રાજીવ ગાંધી પર સાધ્યું નિશાન !

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે

New Update
mohal
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, 'આશ્ચર્યજનક છે કે આટલો નબળો શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા માણસને વડાપ્રધાન કેવી રીતે બનાવવામાં આવ્યો.

'
ભાજપના નેતા અમિત માલવિયાએ બુધવારે તેમના X હેન્ડલ પર ઐયરના ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કર્યો. આમાં તેઓ કહી રહ્યા છે કે, જ્યારે રાજીવ વડાપ્રધાન બન્યા, ત્યારે મને લાગ્યું કે તેઓ એરલાઇન પાઇલટ છે. તેઓ બે વાર નિષ્ફળ ગયા છે, આવી વ્યક્તિ પ્રધાનમંત્રી કેવી રીતે બની શકે?મણિશંકરના નિવેદન પર કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું, હું કોઈપણ હતાશ વ્યક્તિ પર ટિપ્પણી કરવા માંગતો નથી. હું રાજીવ ગાંધીને જાણતો હતો, તેમણે દેશને આધુનિક દ્રષ્ટિ આપી હતી.લગભગ 3 મહિના પહેલા મણિશંકર ઐયરે કહ્યું હતું- છેલ્લા 10 વર્ષમાં, મને સોનિયા ગાંધીને ફક્ત એક જ વાર મળવાની તક મળી. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે મારી રાજકીય કારકિર્દી બનાવી અને બરબાદ કરી, પરંતુ હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં.
Advertisment
Advertisment
Latest Stories