/connect-gujarat/media/media_files/2024/12/09/YI8Q25pIcIhK7kbuz1WI.jpg)
દિલ્લીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મુદ્દે કોંગ્રેસની વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે.
વિકાસ ત્રિપાઠી નામના વકીલે દાખલ કરેલી અરજી પર કોર્ટે બંને પાસેથી જવાબ માગ્યો છે. આ મામલે ફરી એક વાર સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા ક્યારે અને કઈ પ્રક્રિયાથી મેળવી તે અંગે ચર્ચા અને રાજકીય ગરમાવો ઊભો થયો છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતની નાગરિકતા મેળવી હતી, પરંતુ તે પહેલાં જ 1980ની દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલું હતું. પછી 1982માં આ નામ કાઢી નાખવામાં આવ્યું હતું. અરજદારએ સવાલ ઉઠાવ્યો છે કે જો 1983 પહેલાં તેમણે નાગરિકતા ન મેળવી હોય, તો મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે આવ્યું? શું ખોટા દસ્તાવેજો જમા કરાયા હતા કે કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હતી — તે મુદ્દે હવે કોર્ટ સ્પષ્ટતા માંગે છે.
આ કેસની નોટિસ એવા સમયે આવી છે જ્યારે સોનિયા ગાંધી પોતાનો 79મો જન્મદિવસ ઉજવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. હવે આના આગામી તબક્કે કોર્ટ સોનિયા ગાંધી તેમજ દિલ્હી પોલીસના જવાબના આધારે આગળની કાર્યવાહી નક્કી કરશે.