મધ્યપ્રદેશની ભોજશાળા મસ્જિદ છે કે મંદિર, જ્ઞાનવાપીની જેમ જ ASI સર્વે માટે કોર્ટે કર્યો આદેશ

હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ ભોજશાળામાં નમાજ અદા કરવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી

મધ્યપ્રદેશની ભોજશાળા મસ્જિદ છે કે મંદિર, જ્ઞાનવાપીની જેમ જ ASI સર્વે માટે કોર્ટે કર્યો આદેશ
New Update

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આજે સોમવારે ધાર જિલ્લા સ્થિત ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાની અરજી ગ્રાહ્ય રાખીને આદેશ આપ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આગામી છ સપ્તાહની અંદર ભોજશાળા મંદિર છે કે મસ્જિદ તેનો સર્વે કરવાનો છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે, ગત 19 ફેબ્રુઆરીએ હિન્દુ ટ્રસ્ટની અરજી પર સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.ભોજશાળા એ ASI સંરક્ષિત સ્મારક છે. જેને હિન્દુઓ વાગદેવી તરીકે ઓળખતા માતા સરસ્વતીનું મંદિર કહે છે. જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે.

હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ ભોજશાળામાં નમાજ અદા કરવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ કરી હતી કે હાઇકોર્ટે કાશીના જ્ઞાનવાપીની જેમ ધારની ભોજશાળામાં સર્વેની મંજૂરી આપી છે.બે વર્ષ પહેલા હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ASIને વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી કરીને સ્પષ્ટ થઈ શકે કે ભોજશાળા ખરેખર મંદિર છે કે મસ્જિદ. અદાલતે અરજદારો દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા રંગીન ચિત્રોના આધારે સર્વેની મંજૂરી આપી હતી.

#GujaratConnect #Madhya Pradesh #ભોજશાળા મસ્જિદ #જ્ઞાનવાપી #Madhya Pradesh News #ASI સર્વે #ASI survey #હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ
Here are a few more articles:
Read the Next Article