સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની જામીન અરજી ફગાવી

સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની જામીન અરજી ફગાવી
New Update

સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં સોમવારે 27 મેના રોજ તીસ હજારી કોર્ટે અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી. બિભવે 25 મેના રોજ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન સ્વાતિ પણ કોર્ટમાં હાજર હતી.બિભવના વકીલ હરિહરને સુનાવણી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે જ્યારે શરીરના સંવેદનશીલ અંગો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી,

ત્યારે ગુનેગાર હત્યાના પ્રયાસનો કોઈ પ્રશ્ન જ નથી અને બિભવનો સ્વાતિને નિર્વસ્ત્ર કરવાનો કોઈ ઈરાદો નહોતો. આ ઇજાઓ સ્વયં દ્વારા પણ હોઈ શકે છે.બિભવના વકીલે એમ પણ કહ્યું કે પ્રાચીન સમયમાં દ્રૌપદીના વસ્ત્રો ઉતારનાર કૌરવો પર આવા આરોપો લગાવવામાં આવ્યા હતા. સ્વાતિએ સંપૂર્ણ આયોજનના 3 દિવસ પછી આ FIR નોંધાવી.આ દલીલો સાંભળીને સ્વાતિ કોર્ટ રૂમમાં જ રડવા લાગી. સ્વાતિએ કહ્યું કે બિભવ કોઈ સામાન્ય માણસ નથી, તે મંત્રીઓને મળતી સુવિધાઓનો ઉપયોગ કરે છે. જો તેને જામીન મળશે તો મને જોખમ થશે.

#India #ConnectGujarat #Swati Maliwal #Arvind Kejriwal #Bibhav Kumar #bail plea #attack case
Here are a few more articles:
Read the Next Article