ભારતીયો પર મંડરાયું સંકટ, 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યું છે ગ્લેશિયર

ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે

New Update
ભારતીયો પર મંડરાયું સંકટ, 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યું છે ગ્લેશિયર

ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હિમાલયના ગ્લેશિયર છેલ્લા 10 વર્ષની સરખામણીએ 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. 2100 સુધીમાં 75થી 80 ટકા ગ્લેશિયર ઓગળ જશે. ICIMODમાં ભારત નેપાળ, ચીન, મ્યાનમાર, પાકિસ્તાન, ભૂતાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના સભ્ય શામેલ છે.

હિમાલય પર રહેલ ગ્લેશિયરથી ભારત, પાકિસ્તાન, ચીન સહિત અનેક એશિયન દેશોના 200 કરોડ લોકોને પીવા માટેનું અને સિંચાઈ માટેનું પાણી મળે છે. આ ગ્લેશિયરમાંથી નીકળતી નદીઓ આ દેશની અર્થવસ્થાને સંભાળે છે. એવરેસ્ટ અને K2 જેવી ટોચ બરફથી ઢંકાયેલી રહેતી નથી, જ્યાંના ગ્લેશિયલ ઝડપથી પીગળી રહ્યા છે.

હિંદુકુશ હિમાલય વિસ્તાર 3,500 કિલોમીટર સુધી છે. જે અફઘાનિસ્તાનથી લઈને બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાનમાંથી પસાર થાય છે. જ્યાંના ગ્લેશિયરમાંથી નીકળતી નદીઓથી પહાડીય વિસ્તારોમાં 24 કરોડ લોકોને પાણી મળી રહ્યું છે.

નીચેના મેદાની વિસ્તારમાં રહેતા 165 કરોડ લોકોને નીચેથી પસાર થતી નદીઓમાંથી પાણી મળી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે, તે અનુસાર આ સદીના અંત સુધીમાં 75થી 80 ટકા ગ્લેશિયર પીગળી જશે. પ્રી ઈન્ડસ્ટ્રીયલ સમય અનુસાર તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થતા 30થી 50 ટકા બરફ ઓગળી જશે. 

Latest Stories