/connect-gujarat/media/media_files/b5ng8arcDJjdvtg7neSl.jpeg)
CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની SOG ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં CRPF ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા. બસંતગઢના દૂરના ડુડુ વિસ્તારમાં બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે આતંકવાદીઓએ CRPF અને વિશેષ કાર્યવાહી જૂથ (SOG) પર ગોળીબાર કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે CRPF ની 187મી બટાલિયનના ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહને ગોળી વાગી હતી અને પછી હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે SOG ટીમ દ્વારા જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકવાદીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.