ચક્રવાતી વાવાઝોડું ‘દાના’ કોઈ મોટું નુકસાન કર્યા વિના આગળ વધ્યુ, 56 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ચક્રવાતી વાવાઝોડું ‘દાના’ કોઈ મોટું નુકસાન કર્યા વિના ઓડિશા અને પશ્ચિમ બંગાળ બંને રાજ્યોમાં આગળ વધ્યું છે. સમયસર રાહત કામગીરીને કારણે ઓડિશામાં કોઈ જાનહાનિ થઈ નથી,

New Update
દાન
Advertisment

ચક્રવાતી વાવાઝોડું ‘દાના’ કોઈ મોટું નુકસાન કર્યા વિના ઓડિશા અને પશ્ચિમ બંગાળ બંને રાજ્યોમાં આગળ વધ્યું છે. સમયસર રાહત કામગીરીને કારણે ઓડિશામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડાને કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Advertisment

શુક્રવારે સવારે 8થી 9 વાગ્યા સુધી બંને રાજ્યોમાં એર ટ્રાફિક અને સવારે 10 વાગ્યા સુધી રેલ ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો. ઓડિશાના ભીતરકણિકા અને ભદ્રક જિલ્લાના ધમરા વચ્ચે ગુરુવારે રાત્રે 12:05 વાગ્યે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેની અસર શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી રહી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે આ પછી વાવાઝોડાની ઝડપ ઘટીને 10 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. હવે તે ઉત્તરીય દરિયાકાંઠાના ઓડિશા પરના ઊંડા ડિપ્રેશનમાં નબળું પડી જશે.

Latest Stories