/connect-gujarat/media/post_banners/269b8225f9dc96a03c307e4e4bbfafd61a32480f5919d1c72a5d27caa5b30665.webp)
ભીલ સમાજની અનોખી અને પૌરાણિક પરંપરા યથાવત
મૃત્યુ પામેલ સ્વજનોના અસ્થીનું ભીમકુંડમાં થતું વિસર્જન
ગ્રામજનો દ્વારા સમૂહ મુંડન તેમજ બુંદી પ્રસાદનું વિતરણ
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે, આમલી આગિયારસનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે. આદિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિ (ફૂલો)ને આ સમાજમાં બારમા-તેરમાના દિવસે વિસર્જન કરવાના બદલે આ અસ્થિ ખેતર કે, ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કૂંડીમાં દાટવામાં આવે છે. એટલું જ નહીં, તેમજ કોઈ સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં, અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને જમીનમાં દાંટી દેવામાં આવે છે.
તો બીજી તરફ, હોળી પૂર્વે અમુક લોકો નોમ, જ્યારે મોટા ભાગના લોકો દશમના દિવસે પોતાના કુટુંબીજનોને સાથે રાખી અસ્થિઓને બહાર કાઢે છે, અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ, પાણી તથા હળધર વડે આ અસ્થીઓને ધોઈ તેની પુજા કરે છે. પુજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે. ત્યારબાદ રામ ડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાની પરંપરા ચાલી આવી છે. કેટી હોળીની પ્રથમ અગિયારસ એટલે કે, આમલી અગિયાસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અહી આવી અસ્થીનું વિસર્જન કરે છે.
જોકે, અહીના ભીલ સમાજના લોકોમાં એવી પણ માન્યતા છે કે, આ જગ્યાએ પાંડવો આવ્યા હતા. અને આ જગ્યાએ પાંચકુંડ આવેલા છે. જેથી આ સ્થળે દેવોનો પણ વાસ છે. જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે. અસ્થિ પધરાવવા માટે રામડુંગરા ભીમકુંડ ખાતે વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટી આવે છે. આ સાથે જ ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં કાચરાની વિધિ કરવાની પણ અનોખી માન્યતા છે. જેમાં સામુહિક મુંડન કરાવી લોકો બુંદી પેયસદનું વિતરણ કરે છે.
: