દત્રાતેય હોસબાલે ફરી બન્યા RSSના સરકાર્યવાહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રવિવારે દત્રાતેય હોસબાલે ને 'સરકાર્યવાહ' પદ માટે ફરીથી ચૂંટ્યા છે.

New Update
દત્રાતેય હોસબાલે ફરી બન્યા RSSના સરકાર્યવાહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રવિવારે દત્રાતેય હોસબાલે ને 'સરકાર્યવાહ' પદ માટે ફરીથી ચૂંટ્યા છે. દત્રાતેય હોસબાલે 2021 થી 'સરકાર્યવાહ' તરીકે સેવા આપી રહ્યા છે, RSSએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. RSSની વાર્ષિક ત્રણ દિવસીય 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા' શુક્રવારે રેશીમબાગ સ્થિત સ્મૃતિ ભવન સંકુલમાં શરૂ થઈ. RSSના મુખ્યાલય નાગપુરમાં 6 વર્ષ પછી આ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં RSS સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના 1500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સર કાર્યવાહ (જનરલ સેક્રેટરી) તરીકે ચૂંટાયા બાદ દત્રાતેય હોસબાલેએ કહ્યું કે, છેલ્લી વખત હું સર કાર્યવાહના પદ પર ચૂંટાયો ત્યારે આ જવાબદારી મારા પર આવી ગઈ હતી, તે કાર્યક્રમ બેંગલુરુમાં યોજાયો હતો. સંઘના ઈતિહાસમાં પ્રથમ વખત સર કાર્યવાહની ચૂંટણી નાગપુરની બહાર યોજાઈ હતી. તેમણે કહ્યું કે, આ કોવિડના કારણે થયું છે. તેમણે કહ્યું કે,મને આ જવાબદારી માટે લાયક ગણવામાં આવ્યો હતો, આ માટે હું સંઘનો આભાર માનું છું. સાથે જ કહ્યું કે હું સંઘની પરંપરાઓને આગળ વધારવાનો પ્રયાસ કરીશ.

Latest Stories