/connect-gujarat/media/media_files/2025/01/15/24tRXUOzAzvFXUAhrxSW.jpg)
કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 4 મહિલા અને 2 SC ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધી 63 નામોની જાહેરાત કરી છે. હવે 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.ગોકલપુર બેઠક પરથી ઉમેદવાર બદલવામાં આવ્યો છે.
અગાઉ અહીંથી પ્રમોદ કુમાર જયંતને ટિકિટ આપવામાં આવી હતી. તેમની જગ્યાએ પાર્ટીએ ઈશ્વર બાગરીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. મુંડકા સીટથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ધરમ પાલ લાકરાને ટિકિટ આપવામાં આવી છે.ચૂંટણી પંચે 7 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થવામાં તારીખોની જાહેરાતના દિવસથી લગભગ 35 દિવસનો સમય લાગશે એટલે કે 10મી ફેબ્રુઆરી સુધી.