દિલ્હી : જે.પી. નડ્ડાના ઘરે ભાજપની બેઠક મળી,અમિત શાહ-રાજનાથસિંહ હાજર

ગઈકાલે મળેલી બેઠકમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ, બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પાર્ટીઓના 21 નેતાઓ હાજર રહ્યા હતા.

New Update
rajnath-singh-jp-nadda-

દિલ્હીમાં જે.પી. નડ્ડાના ઘરે ભાજપની બેઠક મળી છે. અમિત શાહ, રાજનાથસિંહ બેઠકમાં હાજર છે. ગઈકાલે મળેલી બેઠકમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ, બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પાર્ટીઓના 21 નેતાઓ હાજર રહ્યા હતા. મોદીએ નાયડુ અને નીતિશ સાથે અલગ-અલગ બેઠકો પણ કરી હતી.

એવું માનવામાં આવે છે કે બંનેએ ગઠબંધન ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી.લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યાના બીજા દિવસે બુધવારે (5 જૂન) NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટ્યા. પીએમ આવાસ પર મળેલી બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, 'અમને ગર્વ છે કે NDA મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું અને જીત્યું.'લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. પાર્ટીને 240 સીટો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. આવી સ્થિતિમાં, તે 14 સહયોગીઓના 53 સાંસદો સાથે ગઠબંધન સરકાર ચલાવશે.જેમાં ચંદ્રાબાબુની TDP 16 બેઠક સાથે બીજા નંબર પર છે અને નીતિશની JDU 12 સીટો સાથે ત્રીજા નંબર પર છે. બંને પક્ષો ઈચ્છે છે કે સીટોમાં મુખ્ય ભાગીદાર હોવાને કારણે તેમને કેબિનેટમાં પણ અનુરૂપ હિસ્સો આપવામાં આવે.

Latest Stories