Connect Gujarat
દેશ

દિલ્હી કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ બીધુરીએ આપ્યું રાજીનામું, AAP સાથેના ગઠબંધનથી નારાજગી

દિલ્હી કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ બીધુરીએ આપ્યું રાજીનામું, AAP સાથેના ગઠબંધનથી નારાજગી
X

દિલ્હીમાં કોંગ્રેસ નેતા ઓમપ્રકાશ બિધુરીએ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ છોડવાના ઘણા કારણો છે. તેમાં સૌથી મોટું કારણ દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન છે. કોંગ્રેસના હજારો કાર્યકરો આ ગઠબંધનથી ખુશ નથી.

બિધુરીએ કહ્યું કે, "આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને તેના નેતાઓને ભ્રષ્ટ અને ચોર કહીને સત્તામાં આવી છે. AAP સાથે ગઠબંધન કોંગ્રેસના કાર્યકર્તાઓની ભાવનાઓ વિરુદ્ધ છે. બિધુરીએ કહ્યું કે હાલમાં તેમની કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાની કોઈ યોજના નથી. .AAP સાથે ગઠબંધનથી નારાજ બિધુરી છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ છોડનારા ત્રીજા નેતા છે. તેમની પહેલા (બુધવારે) 1 મેના રોજ પૂર્વ ધારાસભ્યો નીરજ બસોયા અને નસીબ સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પણ 28 મેના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.લવલીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો. 4 પાનાના પત્રમાં તેમણે લખ્યું- દિલ્હી કોંગ્રેસ તે પાર્ટી સાથે ગઠબંધનની વિરુદ્ધ છે, કે જે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ખોટા, બનાવટી અને દૂષિત ભ્રષ્ટાચારના આરોપો મૂકવાના આધારે બની છે.

Next Story