AQI 500 પાર થતાં દિલ્હી સરકાર મોટું પગલું, 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે

દિલ્હીમાં વધતાં હવન પ્રદૂષણને લઈ દિલ્હી સહિત NCRની તમામ સરકારી, નગરપાલિકા અને ખાનગી ઓફિસોમાં ફક્ત 50 ટકા કર્મચારીઓને જ ઓફિસમાં હાજર રહેવાની મંજૂરી મળશે

New Update
Delhi AQI

દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થતાં હવે પરિસ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આજે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 500ને પાર થઈ ગયો, જેને અત્યંત જોખમી કેટેગરીમાં ગણવામાં આવે છે. પીએમ 2.5 અને પીએમ 10ના વધતા ખતરનાક સ્તરે જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભો કરી દીધો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે અને પ્રદૂષણ નિયંત્રણના ભાગરૂપે મોટો નિર્ણય કર્યો છે.

કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ (CAQM)ના માર્ગદર્શન હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના સ્ટેજ–3ને લાગુ કરતા હવે દિલ્હી સહિત NCRની તમામ સરકારી, નગરપાલિકા અને ખાનગી ઓફિસોમાં ફક્ત 50 ટકા કર્મચારીઓને જ ઓફિસમાં હાજર રહેવાની મંજૂરી મળશે. બાકીના 50 ટકા કર્મચારીઓ ફરજિયાત વર્ક ફ્રોમ હોમ કરશે. આ આદેશ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986ની કલમ 5 હેઠળ જારી કરવામાં આવ્યો છે અને તેનો તાત્કાલિક અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પ્રદૂષણના વધતા સ્તરથી લગભગ દરેક ઉદ્યોગ અને ઓફિસ પર અસર થઈ રહી છે, જેથી સ્ટેગર્ડ વર્કિંગ અવર્સની વ્યવસ્થા પણ અનુરૂપ રાખવા કહ્યું છે. એટલે કર્મચારીઓના ઓફિસમાં આવવા–જવાનો સમય અલગ–અલગ નક્કી કરાશે, જેથી વાહનવ્યવહારનો બોજ ઓછી રીતે ફેલાય અને પ્રદૂષણ વધારતા સ્ત્રોતો પર નિયંત્રણ રહે. સાથે સાથે NCRના તમામ ખાનગી સેક્ટરોને પણ આ જ નિયમોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી છે.

દિલ્હીમાં હાલની પરિસ્થિતિ એ દર્શાવે છે કે પ્રદૂષણ તેની ચરમસીમા પર છે અને તાત્કાલિક નિયંત્રણ વગર પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સરકાર અને CAQMના અનુમાન મુજબ આવનારા થોડા દિવસો હવાની ગુણવત્તા માટે અત્યંત સંવેદનશીલ હોઈ શકે છે, તેથી આમ જનતાએ પણ જરૂરિયાત મુજબ જ બહાર નીકળવાની અને માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે

Latest Stories