દીલ્હી : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં બેઠકોનો ધમધમાટ, MOUની ભરમાર

દીલ્હી : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં બેઠકોનો ધમધમાટ, MOUની ભરમાર
New Update

કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ વિવિધ ઉદ્યોગગૃહો અને રાજય સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવી રહયાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત કરી બેઠકોનો દોર શરૂ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણના સંદર્ભમાં ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત રોડ-શો અને વન-ટુ-વન બેઠકમાં પણ ભાગ લેશે. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇંડિયાના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજયમાં મારૂતિ કંપની તરફથી આગામી દિવસોમાં થનારા 16 હજાર કરોડ રૂપિયાના રોકાણ અંગે ચર્ચા કરાય હતી. મુખ્યમંત્રીએ કેનીચી આયકાવાને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. વાઇબ્રન્ટ સમિટ પહેલા ગુજરાત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં શ્રેણીબદ્ધ રોડ શો યોજાવાના છે જેની શરૂઆત દિલ્હીથી કરવામાં આવશે..

#Connect Gujarat #Delhi #cmogujarat #Vibrant Gujarat Summit #Vibrant Gujarat #MOU #CM Bhupendr patel #વાઇબ્રન્ટ ગુજરાત સમિટ #વાઇબ્રન્ટ ગુજરાત #Global Summit 2022
Here are a few more articles:
Read the Next Article