દીલ્હી : એર ઇન્ડિયાનું આખરે ખાનગીકરણ, સરકારી કંપનીનું સંચાલન હવે "TATA"ના હાથમાં

New Update
દીલ્હી : એર ઇન્ડિયાનું આખરે ખાનગીકરણ, સરકારી કંપનીનું સંચાલન હવે "TATA"ના હાથમાં

આખરે એર ઇન્ડિયાનું ખાનગીકરણ થઇ ગયું છે. એર ઇન્ડિયાનું સંચાલન 68 વર્ષ બાદ ફરીથી ટાટા ગૃપે સંભાળી લીધું છે. 1932ની સાલમાં જે.આર.ડી.તાતાએ જ એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી. દેશમાં એક પછી એક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહયું છે ત્યારે હવે આ યાદીમાં એર ઇન્ડિયાનો ઉમેરો થયો છે. એર ઈન્ડિયાની રિઝર્વ પ્રાઇસ 15થી 20 હજાર કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી હતી.ટાટા ગૃપે સ્પાઈસ જેટ કરતાં વધુ રકમની બોલી લગાવી હતી.લગભગ 68 વર્ષ પછી એર ઈન્ડિયાની માલિકી ફરીથી ટાટા ગૃપની થઈ છે. ટાટા ગૃપના જે.આર.ડી.ટાટા એર ઇન્ડિયાના ફાઉન્ડર હતા. તેઓ પોતે પાયલોટ હતાં અને તેમણે કંપનીનું નામ ટાટા એર સર્વિસ રાખ્યું હતું. 1938 સુધીમાં કંપનીએ તેની ઘરેલુ ઉડાનો શરૂ કરી દીધી હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી એને સરકારી કંપની બનાવવામાં આવી. આઝાદી પછી સરકારે એમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.આ ડીલ અંતર્ગત એર ઈન્ડિયાની મુંબઈ સ્થિત હેડ ઓફિસ અને દિલ્હીનું એરલાઈન્સ હાઉસ પણ સામેલ છે. મુંબઈની ઓફિસની માર્કેટ વેલ્યુ 1500 કરોડ રૂપિયાથી વધુ છે. હાલ એર ઈન્ડિયા દેશમાં 4400 અને વિદેશોમાં 1800 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટને કન્ટ્રોલ કરે છે. દેવાના ડુંગર હેઠળ દબાયેલી એર ઈન્ડિયાને ઘણાં વર્ષોથી વેચવાની યોજનામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકારે 2018માં 76 ટકા હિસ્સો વેચવા માટે બોલી મગાવી હતી.

Latest Stories