દિલ્હી: ઈન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધમાં હિંસા, પોલીસ પર પેપર સ્પ્રેનો હુમલોદિલ્હી

લોકોને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે કેટલાક ઉશ્કેરાયેલા દેખાવકારોએ પોલીસ પર પેપર સ્પ્રેનો પ્રહાર કર્યો, જેમાં ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

New Update
delhi

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને લઈને ઈન્ડિયા ગેટ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ.

લોકોને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે કેટલાક ઉશ્કેરાયેલા દેખાવકારોએ પોલીસ પર પેપર સ્પ્રેનો પ્રહાર કર્યો, જેમાં ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. વધુ ચોંકાવનારી બાબત એ રહી કે પ્રદૂષણના મુદ્દે શરૂ થયેલા આ વિરોધ દરમિયાન હાજર કેટલાક લોકો તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં નારેબાજી કરતા જોવા મળ્યા, જેના કારણે આ દેખાવનો ઉદ્દેશ્ય શંકાસ્પદ બનેલો છે.

દિલ્હીની ભારે ખરાબ હવા ગુણવત્તા સામે કંઈક તાત્કાલિક પગલાં લેવા માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઈન્ડિયા ગેટના સી-હેક્સાગોન વિસ્તારમાં એકઠા થયા હતા. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર કેટલાક લોકોએ બેરિકેડ તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસએ વિનંતી કરી હતી કે પાછળ એમ્બ્યુલન્સ અને ડોક્ટર ફસાયેલા છે, જેથી રસ્તો ખાલી કરવો જરૂરી છે, પરંતુ વિરોધીઓ વધુ ઉશ્કેરાઈ ગયા અને રસ્તા પર જ બેસી ગયા. પોલીસે તેમને હટાવવાનો પ્રયાસ કરતાંજ કેટલાક લોકોએ પેપર સ્પ્રેનો ઉપયોગ કરીને પોલીસ પર હુમલો કર્યો. બાદમાં પોલીસે સમગ્ર વિસ્તારમાંથી વિરોધીઓને હટાવીને ટ્રાફિક સામાન્ય કર્યો.

નવી દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર દેવેશ કુમાર મહાલાએ આ ઘટનાને “ખૂબ જ અસામાન્ય અને ચિંતાજનક” ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે સામાન્ય વિરોધ દરમિયાન પોલીસ પર આ પ્રકારનો પેપર સ્પ્રે હુમલો અત્યાર સુધી ક્યારેય નોંધાયો નથી. નક્સલી કમાન્ડર હિડમાના સમર્થનમાં થયેલા સૂત્રોચ્ચારથી પોલીસ હવે તપાસ કરી રહી છે કે પ્રદૂષણના મુદ્દે થયેલા આ વિરોધ પાછળ કોઈ ઘૂસણખોરી કે આયોજિત તત્વો સામેલ તો નથી ને.

Latest Stories