દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, લોકેશન અને ફોટો લઈ માફી મંગાવી

યુવકે આખી ઘટના રેડિટ પર શેર કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને લોકોને AIના સકારાત્મક ઉપયોગથી પ્રભાવિત કરી રહી છે.

New Update
delhi

દિલ્હીના એક યુવકે પોતાના ટેકનિકલ જ્ઞાન અને ChatGPTની મદદથી એક ઓનલાઈન સ્કેમરને એવી રીતે ફસાવ્યો કે સ્કેમરને માત્ર તેની છેતરપિંડીનો પર્દાફાશ જ નહીં થયો, પરંતુ તેને હાથ જોડીને માફી પણ માંગવી પડી.

યુવકે આ આખી ઘટના રેડિટ પર શેર કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને લોકોને AIના સકારાત્મક ઉપયોગથી પ્રભાવિત કરી રહી છે.

ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે યુવકને ફેસબુક પર એક અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો. તે વ્યક્તિએ પોતાને યુવકના કોલેજના સિનિયર—એક IAS અધિકારી—તરીકે ઓળખાવ્યા. સ્કેમરે કહ્યું કે CRPFમાં કાર્યરત તેના મિત્રની બદલી થઈ રહી છે અને તે પોતાના મોંઘા ઉપકરણો અને ફર્નિચર ભારે ડિસ્કાઉન્ટમાં વેચી રહ્યો છે. યુવકને શરૂઆતથી જ શંકા હતી, કારણ કે તેના સાચા IAS સિનિયર પાસે તેનો સીધો સંપર્ક નંબર હતો. અસલી સિનિયર સાથે પુષ્ટિ કરતા ખબર પડી કે આ તો એક સચોટ છેતરપિંડી હતી. યુવકે સ્કેમરનું ભાંડાફોડ કરવા માટે વાત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.

થોડા સમય પછી સ્કેમર બીજા નંબર પરથી ફરી સંપર્કમાં આવ્યો અને આર્મીના લોગોવાળી પ્રોફાઇલ પિક્ચર સાથે QR કોડ મોકલીને પેમેન્ટની માંગણી કરી. યુવકે સ્કેન ન થતા હોવાનો બહાનો બનાવીને સમય મેળવ્યો અને ત્યારબાદ ChatGPTની મદદથી એક નકલી પેમેન્ટ પેજ બનાવી નાખ્યો. આ પેજ એવી રીતે ડિઝાઇન કર્યું કે લિંક ખોલનાર વ્યક્તિનું GPS લોકેશન, IP એડ્રેસ અને ફ્રન્ટ કેમેરાથી લેવામાં આવેલ ફોટો આપમેળે કેપ્ચર થઈ જાય. યુવકે પેજ હોસ્ટ કરીને સ્કેમરને કહ્યું કે ત્યાં QR કોડ અપલોડ કરવાથી પેમેન્ટ ઝડપથી થઈ જશે.

લોભમાં આવીને સ્કેમરે તરત જ લિંક ખોલી દીધી. જ્યારેજ તેણે પેજ ખોલ્યું, તુરંત જ તેનું ચોક્કસ લોકેશન, IP એડ્રેસ અને ચહેરાનો સ્પષ્ટ ફોટો યુવક સુધી પહોંચ્યો. થોડા પળોમાં, યુવકે જમા થયેલી માહિતી સ્કેમરને પાછી મોકલી દીધી. પોતાનો જ ફોટો અને લોકેશન જોઈને સ્કેમર ગભરાઈ ગયો. તે તરત જ મેસેજ કરીને માફી માંગવા લાગ્યો અને ખાતરી આપી કે હવે પછી કોઈને છેતરવાનો પ્રયાસ નહીં કરે.

આ આખી ઘટના રેડિટ પર શેર થતાં જ લોકો યુવકની બુદ્ધિ, AIનો સર્ચિત ઉપયોગ અને સ્કેમરો સામે લડવાની તેની હિંમતને બિરદાવ્યા છે. આ ઉદાહરણ બતાવે છે કે ટેકનોલોજીનો સમજદારીથી ઉપયોગ કરીએ તો છેતરપિંડી સામે પણ સુરક્ષિત રહી શકાય છે.

Latest Stories