/connect-gujarat/media/post_banners/4acb9e0eaee85fa490d2727e818b20643223b37fddfe0703d643c2a8e15d694c.webp)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બધી રાજકીય પાર્ટીઓ પ્રસાર પ્રચારમાં લાગી ગઈ છે. દિલ્હીથી એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે છે. તો બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કાલથી 10 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.
મનીષ સિસોદિયા અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલી આપી યાત્રા શરૂ કરશે. મનીષ સિસોદિયા કાલે સવારે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. મહાત્મા ગાંધી આશ્રમ ખાતે દર્શન કરી સિસોદિયા 'હવે તો બસ પરિવર્તન જોઈએ' યાત્રાનો આરંભ કરશે. બપોરે 2 વાગ્યે હિંમતનગર ખાતે તિરંગા યાત્રામાં ભાગ લેશે અને ત્યાર બાદ સાંજે 5 વાગ્યે તલોદ ખાતે સિસોદીયા જનસભાને સંબોધિત કરશે. સાંજે 8 વાગ્યે પ્રાંતિજ ખાતે પણ જનસભાને સંબોધિત કરશે.