Connect Gujarat
દેશ

દિલ્હીમાં અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન, કહ્યું : ખાતરી બાદ પણ હુમલા ચાલુ..!

દિલ્હીમાં અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન, કહ્યું : ખાતરી બાદ પણ હુમલા ચાલુ..!
X

મણિપુરમાં હિંસાની ઘટનાઓથી નારાજ કુકી સમુદાયના સભ્યોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુકી સમુદાયના લોકો બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરની બહાર એકઠા થયા હતા અને પ્રદર્શન કર્યું હતું. પોલીસે આ અંગે માહિતી આપી છે.

એક પ્રદર્શનકારીએ કહ્યું, "ગૃહ પ્રધાન અમિત શાહે ખાતરી આપી હતી કે, રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ તેમ છતાં અમારા સમુદાય પર હુમલા ચાલુ છે." અમારા સમુદાયના લોકોના જીવન જોખમમાં છે. માત્ર ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ અમારી મદદ કરી શકે છે. પોલીસે જણાવ્યું કે, દેખાવકારોના હાથમાં પ્લેકાર્ડ પણ હતા. તેમના પર લખવામાં આવ્યું હતું- 'સેવ કૂકીઝ લાઈફ'... આ દરમિયાન વિરોધીઓ નારા પણ લગાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બેઠક માટે 4 વિરોધીઓને ગૃહ પ્રધાનના નિવાસસ્થાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. બાકીના દેખાવકારોને જંતર-મંતર પર લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનામાં હિંસક વિરોધ પ્રદર્શનમાં 98 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય હિંસામાં 300થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. હિંસાને કારણે 272 રાહત શિબિરો બનાવવામાં આવી હતી. આ શિબિરોમાં 37 હજારથી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. મણિપુરના સેરો ખાતે 5-6 જૂનની મધ્યરાત્રિએ સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથ વચ્ચે બીજી ગોળીબાર થયો હતો. ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો છે. આ સિવાય આસામ રાઈફલ્સના 2 જવાનો પણ હુમલામાં ઘાયલ થયા છે.

Next Story