/connect-gujarat/media/media_files/2025/11/23/up-2025-11-23-14-35-09.jpg)
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરી વિરુદ્ધ વ્યાપક અને તાત્કાલિક અભિયાન ચલાવવા જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે.
તેમણે જણાવ્યું કે રાજ્યની કાયદો-વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સમરસતા સરકારે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે, અને ગેરકાયદે રીતે રાજ્યમાં દાખલ થનારા અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કોઈપણ વ્યક્તિને બખ્ખશવામાં નહીં આવે. દરેક જિલ્લા પ્રશાસનને પોતાના વિસ્તારમાં રહેલા ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરવા, તેમની દસ્તાવેજી ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ કરવા અને નિયમ અનુસાર જરૂરી કાર્યવાહી અમલમાં મૂકવા CM યોગીએ નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદે પ્રવેશને કાયદાકીય જોખમ તરીકે લેવામાં આવશે અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે.
મુખ્યમંત્રી યોગીએ જિલ્લાવાર કામચલાઉ ડિટેન્શન સેન્ટર બનાવવાની પણ સૂચના આપી છે, જેમાં ગેરકાયદેસર રીતે ભારતની અંદર પ્રવેશેલા વિદેશી નાગરિકોને ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રાખવામાં આવશે. આ સેન્ટરોમાં કાયદાકીય પ્રક્રિયાના પાલન સાથે તેમની ઓળખ, દેશ, દસ્તાવેજો અને એક્સટ્રાડિશન સંબંધિત માહિતીની ખાતરી કરવામાં આવશે, ત્યારબાદ નિયમ અનુસાર તેમને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાશે. યોગી સરકારનું માનવું છે કે આવી વ્યવસ્થા રાજ્યમાં આંતરિક સુરક્ષાને મજબૂત બનાવશે અને ગેરકાયદે વસવાટ કરી રહેલા તત્વો પર નિયંત્રણ રાખવામાં મદદ કરશે.
ઉત્તરપ્રદેશની નેપાળ સાથે ખુલ્લી સરહદ હોવાને કારણે બંને દેશોના નાગરિકો માટે બોર્ડર મૂવમેન્ટ સ્વાભાવિક છે, પરંતુ અન્ય દેશોના લોકો માટે નિયમિત તપાસ અને ચકાસણી ફરજિયાત છે. યોગી આદિત્યનાથે તાજેતરમાં બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને દાવો કર્યો હતો કે ગેરકાયદે નિવાસીઓને બહાર કાઢવામાં આવશે તથા તેમની ગેરકાયદે સંપત્તિને ગરીબોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. રાજ્ય સરકારે સ્પષ્ટ કરો છે કે ગેરકાયદે ઘૂસણખોરી માત્ર કાયદાકીય મુદ્દો નથી, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સંતુળન માટે મોટી પડકારરૂપ છે, અને તેથી તેને લઈને ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અમલમાં રહેશે.