New Update
/connect-gujarat/media/media_files/YlMCUOzFEtQZWtIKT4T1.jpg)
ઉત્તરકાશી
ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બસ રેલિંગ તોડીને 60 ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી. ખાઈમાં બસ ઝાડ પર લટકી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 26 ઘાયલ થયા હતા. બસમાં 29 ભક્તો હતા.મૃતક મહિલાઓ હલ્દવાની, ઉધમસિંહ નગર અને નૈનીતાલની રહેવાસી હતી.
ઘાયલોમાં બરેલી, યુપીના 5, બુલંદશહર અને મેરઠના 1-1 શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. બાકીના તમામ ઘાયલો ઉત્તરાખંડના જ છે. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ, એમ્બ્યુલન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વન વિભાગની ટીમે બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા અનેક લોકોને હાયર સેન્ટરમાં રીફર કરાયા હતા.
Latest Stories