ક્વિક કોમર્સ સર્વિસ પ્લેટફોર્મ બ્લિંકિટે એક નવી અને મહત્વપૂર્ણ સેવા શરૂ કરી છે. હવે બ્લિંકિટ દ્વારા ગુરુગ્રામમાં માત્ર 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ થશે. આ સેવા દ્વારા તાત્કાલિક તબીબી સહાયની જરૂરિયાતવાળા લોકોને ખૂબ જ મદદ મળશે.
બ્લિંકિટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અલબિંદર ધિંડસાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ શરૂઆતમાં ગુરુગ્રામમાં પાંચ એમ્બ્યુલન્સ શરૂ કરી છે અને ભવિષ્યમાં આ સેવાનો વિસ્તાર અન્ય વિસ્તારોમાં પણ કરવામાં આવશે
ધીંડસાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "આજથી ગુરુગ્રામના રસ્તાઓ પર પાંચ એમ્બ્યુલન્સ હશે. જેમ જેમ અમે આ સેવાને અન્ય વિસ્તારોમાં વિસ્તારીએ છીએ, તેમ તમને @letsblinkit એપ્લિકેશન દ્વારા બેઝિક લાઇફ સપોર્ટ (BLS) એમ્બ્યુલન્સ બુક કરવાનો વિકલ્પ પણ જોવા મળશે." એટલે કે, બ્લિંકિટની એપ દ્વારા જ એમ્બ્યુલન્સ બુક કરી શકાશે.