મહારાષ્ટ્રના અમરાવતીમાં ધ્રુજી ધરા, 3.8 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

મહારાષ્ટ્રના અમરાવતીમાં બુધવારે (4 જૂન) રાત્રે 21:57 વાગ્યે 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 1૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ માહિતી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન

author-image
By Connect Gujarat Desk
New Update
Pakistan Earthquake

મહારાષ્ટ્રના અમરાવતીમાં બુધવારે (4 જૂન) રાત્રે 21:57 વાગ્યે 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 1૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.

આ માહિતી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. જોકે, કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

મધ્યપ્રદેશના ખંડવા અને બુરહાનપુર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રુજતી જોઈને લોકો ડરી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. આ આંચકા બુધવારે (4 જૂન) રાત્રે લગભગ 9:58 વાગ્યે આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હતું, જે જમીનથી 1૦ કિલોમીટર નીચે હતું.

હવામાનશાસ્ત્રી સૌરભ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ પર હતું. આ સ્થળ ખંડવાથી 66 કિલોમીટર દૂર હતું. તેથી જ બંને રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Latest Stories