/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/03/earthquake-cartoon1.jpg)
પશ્વિમ બંગાળમાં મંગળવારે (25 ફેબ્રુઆરી) સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો.
વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી કોલકાતામાં રહેતા લોકો ડરી ગયા હતા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, હજુ સુધી આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. માહિતી અનુસાર, કોલકાતા ઉપરાંત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સીસ્મોલોજી સેન્ટરે કહ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ સવારે 6.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિમીની ઊંડાઈએ હતું.