Connect Gujarat
દેશ

ભાજપ-કોંગ્રેસને ECનું ફરફરિયું : PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ECની નોટિસ..!

ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી તેમની પાસે જવાબ માંગ્યો છે.

ભાજપ-કોંગ્રેસને ECનું ફરફરિયું : PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ECની નોટિસ..!
X

ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યા બાદ નોંધ લેવામાં આવી છે. ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી તેમની પાસે જવાબ માંગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજા પર ધર્મ, જાતી, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે.

બન્ને પાર્ટીઓને તા. 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી જવાબ દાખલ કરવાના ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77ના હેઠળ બન્ને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા માટે કહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. આયોગે કહ્યું છે કે, રાજનૈતિક પક્ષોને પોતાના ઉમેદવારો ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ પદો પર બેઠેલા નેતાઓના ભાષણોના વધારે ગંભીર પરિણામ આવી શકે છે.

Next Story