EDએ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ KCRની પુત્રીની કરી ધરપકડ

New Update
EDએ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ KCRની પુત્રીની કરી ધરપકડ

તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને એમએલસી કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કે કવિતાની ધરપકડ કરીને દિલ્હી લાવવામાં આવી રહી છે. EDએ શુક્રવારે (15 માર્ચ) હૈદરાબાદમાં BRS નેતાના ઘર પર દરોડા પાડ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે દિલ્હી લિકર પોલિસી મુદ્દાને લગતા કથિત મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) MLC કવિતાના હૈદરાબાદના નિવાસસ્થાને સર્ચ હાથ ધર્યું હતું. સૂત્રોએ ઈન્ડિયા ટુડેને એમ પણ જણાવ્યું છે કે તપાસ એજન્સી આ કેસમાં ટૂંક સમયમાં બીઆરએસ ધારાસભ્યની ધરપકડ કરી શકે છે. મળતી માહિતી મુજબ, બે સમન્સ બાદ પણ કવિતા પૂછપરછમાં સામેલ ન થતાં એજન્સીએ આ કાર્યવાહી કરી છે.

Latest Stories