New Update
/connect-gujarat/media/post_banners/1bd70044081081041119b31041c1c37febe9678ca5f110ef09f056ee86a432b1.webp)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે. અગાઉ 2 નવેમ્બરના રોજ ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે.