CM કેજરીવાલને EDનું તેડું, દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે ED એ મોકલ્યું સમન્સ, 2 નવેમ્બરે થશે પૂછપરછ

New Update
CM કેજરીવાલને EDનું તેડું, દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે ED એ મોકલ્યું સમન્સ, 2 નવેમ્બરે થશે પૂછપરછ

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. EDએ મુખ્યમંત્રીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ CBIએ એપ્રિલમાં કેજરીવાલની પુછપરછ કરી હતી. આ સમન્સ એવા સમયે પાઠવાયું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી રદ કરી દીધી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને મોટો ઝટકો આપતા માન્યું છે કે, તપાસ એજન્સીઓએ 338 કરોડ રૂપિયાની લેવડ-દેવડને અસ્થાયી રૂપે સાબિત કર્યું છે.

આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડર પરથી ટ્વિટ કરાયું છે કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. કેન્દ્ર સરકાર નકલી કેસ બનાવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવા માંગે છે. તો બીજીતરફ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારની ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બરે બોલાવ્યા છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભાજપ કોઈપણ ભોગે AAPને ખતમ કરવા માંગે છે. તેઓ નકલી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને AAPને ખતમ કરવા માંગે છે. 2021ની 22મી માર્ચે મનીષ સિસોદિયા (Manish Sisodia)એ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર-2021ના રોજ નવી લિકર પોલિસી એટલે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગુ કરવામાં આવી. નવી લિકર પોલિસી આવ્યા બાદ સરકાર કારોબારમાંથી બહાર નીકળી ગઈ અને તમામ દારુની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. નવી લિકર પોલિસી લાવવા પાછળનો સરકારનો હેતુ હતો કે, આમ કરવાથી માફિયા રાજ ખતમ થઈ જશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે નવી પોલિસીનો અમલ થતા જ વિવાદો પણ શરૂ થઈ ગયા. વિવાદ વધતા સરકારે 28 જુલાઈ 2022માં નવી લિકર પોલિસી રદ કરી જૂની પોલિસી લાગી કરી દીધી....

Latest Stories