જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

આ અભિયાનમાં સેના અને પોલીસની સંયુક્ત ટીમ સામેલ થઈ છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

New Update
jammu

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે.

ઉધમપુરમાં જંગલ વિસ્તારોમાં શુક્રવારે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સેના અને પોલીસની સંયુક્ત ટીમ સામેલ થઈ છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

આ અથડામણ અંગે સેના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી સાંજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઉધમપુરના ડુડુ-બસંતગઢ વિસ્તારમાં અને ડોડાના ભાદરવાહમાં સેઓજ ધાર જંગલ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલ સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના બાદ અથડામણ સ્થળની આસપાસ કડક ઘેરાબંધી કરવામાં આવી હતી. શનિવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જંગલ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. ઉધમપુર અને ડોડા બંને તરફથી ડ્રોન અને સ્નિફર ડોગ્સથી સજ્જ વધારાના દળો મોકલવામાં આવ્યા હતા. તેમજ હજુ પણ શોધખોળ ચાલુ છે.

Latest Stories