Connect Gujarat
દેશ

B.tech પાણીપુરીવાળીના સ્ટાર્ટઅપને જોઈ સૌકોઈ થયા આશ્ચર્યચકિત, જુઓ કેવું બનાવ્યું બુલેટ કાર્ટ..!

દિલ્હીની B.tech પાણીપુરીવાળીના સ્ટાર્ટઅપને જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. MBA ચાય વાલા બાદ હવે માર્કેટમાં આવી B.tech પાણીપુરી વાળી

X

બુલેટ મોટરસાઇકલ પાછળ લારી બાંધી રોડ ઉપર પાણીપુરી વેંચતી દિલ્હીની B.tech પાણીપુરીવાળીના સ્ટાર્ટઅપને જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. MBA ચાય વાલા બાદ હવે માર્કેટમાં આવી B.tech પાણીપુરી વાળી, બુલેટ પાછળ લારી બાંધીને પાણીપુરી વેચવા નીકળે છે યુવતી... આજના સમયમાં ઘણા બધા યુવાનો એવા છે જે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે છે, અને લાખોની કમાણી પણ કરતા હોય છે. ઘણા એવા ઉદાહરણો આપણી સામે છે. જેમને સારું ભણતર મેળવ્યા બાદ પણ નોકરીના બદલે ધંધો કરવાનું શરૂ કર્યું, અને આજે તમેનું દેશ અને દુનિયામાં પણ મોટું નામ છે.

તેમની સફળતાની કહાનીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, ત્યારે હાલ દિલ્હીની એવી જ એક છોકરીની કહાની સામે આવી છે. જે બુલેટની પાછળ લારી બાંધીને પાણીપુરી વેચવા માટે જાય છે. MBA ચાયવાલા અને B.Tech ચાયવાલી જોયા બાદ ગ્રેજ્યુએટ સ્ટોલનું બજાર વધુ ગરમ થઇ રહ્યું છે. આજના યુગમાં દેશના વિવિધ ભાગોમાં યુવાનો પોતાના સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક ચા અને કેટલાક રેસ્ટોરન્ટ્સ સાથે તેમના ઉદ્યોગ સાહસિક સપનાને ઉડાન આપી રહ્યા છે.

B.Tech પાણી પુરી વાલી તરીકે જાણીતી તાપસી ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, ભારતમાં અનેક યુવાનો હવે B.Tech અને MBA કર્યા પછી કોર્પોરેટ નોકરીઓમાં જીવન વિતાવવાને બદલે પોતાના સ્ટાર્ટઅપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તાપસીએ ગોલ ગપ્પા સાથે પાણી રાખવાની જગ્યા સાથે અનોખુ કાર્ટ બનાવ્યું છે. જેથી ગ્રાહકોને કોઈપણ મુશ્કેલી વિના ગોલ ગપ્પા ખવડાવી શકાય, જ્યારે તે મોટરસાઇકલ ચલાવીને પોતાનું કાર્ટ લાવે છે, ત્યારે આવી સ્થિતિમાં, તાપસીને રસ્તા પર જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.

Next Story