એક્ઝિટ પોલ: મહારાષ્ટ્રમાં 11માંથી 6માં ભાજપ તો ઝારખંડમાં પણ 4 પોલમાં ભાજપ આગળ !

મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે બુધવારે મતદાન પૂર્ણ થયું હતું. પરિણામ 23 નવેમ્બરે આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ આવી ગયા છે.

New Update
exit

મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે બુધવારે મતદાન પૂર્ણ થયું હતું. પરિણામ 23 નવેમ્બરે આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં 11માંથી 6 એક્ઝિટ પોલમાં ભાજપની ગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. બાકીના 4 એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ગઠબંધન એટલે કે મહાવિકાસ અઘાડીને બહુમતી મળવાનું કહેવાય છે. એક ત્રિશંકુ વિધાનસભા છે.ઝારખંડમાં 8 એક્ઝિટ પોલ આવ્યા. તેમાંથી બીજેપી ગઠબંધન 4માં જ્યારે I.N.D.I.A ગઠબંધન 2માં સરકાર બનાવે તેવી ધારણા છે. બાકીના 2 એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે.